Discussion Forum Teacher

Discussion Forum Teacher

06-04-2015 : વિદ્યાર્થીઓ રોજીંદા જીવનમાં અંગ્રેજીમાં વાર્તાલાપ કરી શકે તે માટે આપે શાળામાં ક્યાં ક્યાં પ્રયત્ન કરેલ છે?



તારણ:

  • અંગ્રેજીમાં અભિવાદન કરાવવું જેમકે , hello, welcome, sorry, પ્રાર્થના સભામાં શબ્દભંડોળ વધારવું તેમજ વર્ગ સિવાય અંગ્રેજીમાં વાર્તાલાપ કરવો.
  • પ્રાર્થનાસભામાં અંગ્રેજીમાં પોતાનો પરિચય આપવો અને સ્પેલિંગ પૂછવા અને નવા અંગ્રેજી શબ્દોના પરિચય અને વ્યવહારમાં આવતા વાર્તાલાપનો ડેમો આપવામાં આવે છે. તેમજ અંગ્રેજીમાં પ્રાર્થનાતેમજ પ્રતિજ્ઞા પત્ર બોલાવાય છે.
  • અંગ્રેજીમાં રોલ પ્લે કરાવવો અને અંગ્રેજીમાં સૂચનો આપવા તેમજ ભૌતિક વસ્તુ પર અંગ્રેજી માં નામ લખવા જેમકે table, chair, blackboard અને મહિના માં ૨ વાર English day તરીકે ઉજવાય છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જ વાર્તાલાપ કરે છે. તેમજ તેમને અંગ્રેજી સમાચારપત્ર ,ન્યુઝ અને મેગેઝીન વાંચવા માટે કહેલ છે.
  • વિવિધ સ્પર્ધાઓ જેવી કે Spelling Competition, અભિનય ગીત, પ્રશ્નોત્તરી, વાક્ય બંધારણ, સ્પેલિંગ અંતાક્ષરી, વસ્તુનો પરિચય, વાર્તા કહેવી, મોટા સ્પેલીન્ગમાંથી નાના શબ્દ બનાવવા, કાર્ડ માં લખેલ શબ્દ અથવા ચિત્ર વિષે અંગ્રેજીમાં થોડા વાક્ય કહેવા વગેરે.
  • લાઈબ્રેરીમાંથી અંગ્રેજી પુસ્તક બાળકોને વંચાવવું અને વધુ અંગ્રેજી બોલનાર બાળકને પ્રશંસા રૂપે ઇનામ આપવું.
  • કોમ્પ્યુટરમા સ્લાઇડ શો તેમજ સોફ્ટવેર દ્વારા અને ફ્રી ઓફ અંગ્રેજી શીખવતી વેબસાઈટની લીંક આપીને
  • તેમને પ્રેક્ટિસ કરાવી.
  • તેઓ ક્લાસરૂમમા પણ સામાન્ય વાતચીત કરી શકે તે માટે જરૂરી વિગતોના ચાર્ટસ લગાવ્યાઅને ફ્લેશ કાર્ડ નો ઉપયોગ પણ કર્યો.
  • દરરોજ ૩૦ મીનીટ અંગ્રેજી વાંચન, અંગ્રેજી ન્યુઝ જોવા, અને રેડીયો કે મોબાઈલ દ્વારા અંગ્રેજી વાર્તાલાપ સાંભળવો જેવી પ્રવૃત્તિ કરાવાય છે.
  • વ્યવહારમાં આવતા સાધનોના સ્પેલિંગ કહ્યા જેમકે fan, tube light, window અને તે આધારે વાક્ય બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવેલ છે.
  • રોજીંદા જીવનમાંવપરાતા શબ્દો અને વાક્ય અંગ્રેજી માં બોલાવાય છે જેમકે- bring me a glass of water.
  • WH ના સવાલ પુછાય છે જેમકે what is your name? Where were you born?
  • English speaking course ની ડીવીડી બતાવવામાં આવી.
  • પ્રવાસ દરમિયાન ત્યાં ની પ્રવૃત્તિ અને વસ્તુ વિષે અંગ્રેજીમાં પૂછવામાં આવે છે તેમજ જવાબ પણ અંગ્રેજીમાં જ બાળકો આપે છે.
  • વર્તમાનમાં ચાલતા સમાચાર ના મુદ્દા પર અંગ્રેજીમાં ગ્રુપ ડિસ્કશન કરવામાં આવે છે.
  • બુલેટીન બોર્ડ માં અંગ્રેજી સમાચારપત્ર મુકવામાં આવે છે જે માટે દરરોજ ૧ કલાક બાળકો પાસે વાંચન કરાવાય છે.
  • બાળ પૂર્તિના વાંચન દ્વારા અને spoken English teacher ની સ્કુલ માં મુલાકાત ગોઠવી.
  • અંગ્રેજી માં ક્રિકેટ કોમેન્ટ્રી સંભળાવીને અને અંગ્રેજીમાં વક્તાનું વ્યાખ્યાન સંભળાવી.
  • English ના તાસ માં ફરજીયાત બાળકો પાસે અંગ્રેજી માં વાર્તાલાપ કરાવ્યો.
  • બાળકો પાસે તેમના વિચાર લખાવીને તેમજ તે અંગે વર્ગમાં ચર્ચા કરાવી.
  • ઘરે માતા પિતા સાથે અંગ્રેજીમાં સંવાદ કરવાની સુચના આપેલ છે જેમકે Good morning mummy , how are you ? , can I help you?
  • પપેટ ના માધ્યમ દ્વારા અંગ્રેજી માં પપેટ શો કરાવાય છે.