Discussion Forum Teacher

Discussion Forum Teacher

11-12-2014 : શાળા સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ હેઠળ આપ બાળકોનું મુલ્યાંકન કઈ રીતે કરોછો? આપ આ પદ્ધતિથી કેટલા સંતુષ્ટ છો?



તારણ:

  • હકારાત્મક પાસાઓ: • આ મુલ્યાંકન પદ્ધતિ બહુજ અસરકારક છે આ પદ્ધતિ દ્વારા મુલ્યાંકનમાં દરેક એકમના હેતુઓ દ્વારા કસોટી બનાવીને ક્રિયાત્મક મૌખિક અને લેખિત રીતે બાળકોનું મુલ્યાંકન થાય છે.
    • મુલ્યાંકન માટે જયારે કોઈ ટોપિક પતી જાય ત્યારે તેને લગતા પ્રશ્ન પૂછી ને કે લખાવીને તેનું મુલ્યાંકન કરવામાં આવે છે
    • શાળામાં બાળકોના જુદા જુદા જૂથ બનાવીને તેમની આવડત મુજબ લેખન, વાચન અને જ્ઞાનનું મુલ્યાંકન રોજ ૩૦ મિનીટ સુધી ચલાવવામાં આવે છે જેથી અભ્યાસક્રમમાં પાછળ રહી ગયેલ બાળકો તેમની ક્ષમતા વધારી શકે.
    • શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા શાળાના બાળકોનું સતત અને સર્વગાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં જે તે ધોરણના તમામ વિષયોને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવા માટે ટેસ્ટ લેવામાં આવે છે પણ તેમાં જો યોગ્ય પરિણામ ના મળે તો તેની મુશ્કેલી સોધીને ફરીથી પ્રયત્ન કરવામાં આવે છે. અને વારંવાર પ્રયત્ન કરી બાળકોમાં તે હેતુ સિધ્ધ થાય તે માટે શૈક્ષણિક ટેકનોલોજી જેમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની મદદથી વિવિધ સોફ્ટવેર દ્વારા સર્વગ્રાહી મૂલ્યાંકન માટેના ક્વિઝ તૈયાર કરી બાળકોમા રસ અને રુચી ઉત્પન્ન થાય તે મુજબની પદ્ધતિથી મુલ્યાંકન કરીએ છીએ .
    • રચનાત્મક મુલ્યાંકન -૪૦ગુણ, સતર્ક મુલ્યાંકન ૪૦ગુણ, સ્વધ્યયન મુલ્યાંકન ૨૦ગુણ ટોટલ ૧૦૦ ગુણ દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • આ પદ્ધતિથી જ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરી શકાય. પરંતુ નીચેના કારણોસર આ પદ્ધતિમાં જરૂરી સફળતા મળતી નથી: • વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા ૪૦ થી વધુ ન હોવી જોઈએ. અમુક શાળામાના વર્ગમાં ૮૦ વિદ્યાર્થી છે.
    • મોટા ભાગના શિક્ષકોને સહેજ પણ સર્જનાત્મક કે વધારાનું કામ કરવું નથી. તેથી તેઓ સાચું મુલ્યાંકન કરતા નથી. અમુકવાર શિક્ષકો બાળકોના મુખને જોઈને જ મૂલ્યાંકન કરી નાખે છે જે યોગ્ય મુલ્યાંકન નથી.
    • મોટા ભાગના વાલી હજુ પણ ગુણને મહત્વ આપે છે.તેના લીધે શિક્ષક સાચું મુલ્યાંકન કરેતો વિદ્યાર્થીને ઓછા ગુણ આવે જયારે નોન ગ્રાન્ટેડ શાળાઓ કોઇપણ પ્રકારનું મુલ્યાંકન કર્યાં સિવાય પૂરે પુરા ગુણ વિદ્યાર્થીને આપે છે. વાલીઓ આ બાબતની સરખામણી કરીને ગ્રાન્ટેડ શાળાના શિક્ષક પર દબાણ કરે છે પરિણામે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક પણ છેવટે અંદાજે મુલ્યાંકન કરે છે.
    • શાળાનો સમય અપૂરતો છે.
    • કોચિંગ ક્લાસને વિદ્યાર્થી મહત્વ આપતો હોવાથી વાલી અને વિદ્યાર્થી સહ અભ્યાસિક પ્રવૃતિને મહત્વ આપતો નથી.
  • નકારાત્મક અભિગમ
    • જો કોઈ બાળકને લેખિત કસોટીમાં શૂન્ય ગુણ આવ્યા હોય તો તેને પણ બઢતી આપવામાં આવે છે જેનાથી બાળકમાં કસોટીનું મહત્વ ઘટી જાય છે અને અભ્યાસમાં યોગ્ય ધ્યાન આપી સકતો નથી.
    • શાળામાં આ મુલ્યાંકન અમુક શિક્ષકો જ કરે છે .
    • આ પદ્ધતિમાં ફક્ત બાળકોની યાદશક્તિની જ કસોટી લેવામાં આવે છે જેથી બાળકોને કઈ પ્રવૃતિમાં રૂચી વધારે છે તે જાણવું શિક્ષક માટે થોડું મુશ્કેલી ભર્યું છે.
    • બાળકોની પ્રાથના સભા, શાળામાં થતી સહભ્યાસિક પ્રવૃત્તિ, અભ્યાસક્રમ આધારિત પ્રવૃત્તિ, વર્ગખંડમાં નિયમિતતા, વ્યક્તિગત સ્વચ્છતા, રમતગમત ક્ષેત્રમાં કુશળતા, અભિનય ગીતો વાર્તાઓ કહેવી, બાળમેળા યોજવા, લેખન, વાચન, ગણન અને વકતૃત્વ સ્પર્ધા વગેરે દ્વારા થતું મુલ્યાંકન એ શાળા સર્વગ્રાહી મુલ્યાંકન પદ્ધતિથી વધુ શ્રેષ્ઠ છે.
    • સમયસર મુલ્યાંકન થતું નથી ખાસ કરીને અંગ્રેજી જેવા વિષયોમાં પુરતું ધ્યાન આપવામાં આવતું નથી.
    • શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકનમાં બાળકોમાં રહેલી વિવિધ પ્રકારની ક્ષમતાને આધારે મુલ્યાંકન થાય છે જે એક સારી બાબત છે પરંતુ વિવિધ પ્રકારના અને અનેક પ્રકારના પત્રકો ગૂંચવડ ઊભી કરે છે. પરિણામને ખૂબ લાંબી પ્રક્રિયા બનાવી દીધી છે
  • શિક્ષકોને અવરોધરૂપ બનતા કારણો:
    • બાળકોની શાળામાં અનિયમિતતા, શાળામાં મોડા આવવું, ઘરકામ અંગે ઘરે વહેલા જવું.
    • શિક્ષકોની અગવડતાને કારણે એક શિક્ષકે બે ધોરણો સાચવવા પડે છે.
    • આ પદ્ધતિના પત્રકો ચકાસવામાં ખુબ જ સમય જાય છે જેના લીધે સમયસર કામ થતું નથી.