Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-04-2015 : વર્ગખંડ વ્યવસ્થાપન એટલે કે શાળામાં વિદ્યાર્થીઓ સાથેનો સમય વધુ અસરકારક બનાવવા માટે આપ ક્યા પ્રકારના પગલા લ્યો છો?



તારણ:

  • વર્ગમાં શિક્ષક દ્વારા અઠવાડિયામાં ૧ તાસ પ્રવૃતિનો રાખવામાં આવે છે જેમાં દરેક પ્રવૃતિનો સમાવેશ થાય અને દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લે તેનું ખાસ ધ્યાન પ્રોત્સાહન આપીને રાખવામાં આવ્યું જેથી તેઓ સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે શિક્ષણ પ્રાપ્ત કરે છે.
  • ઈતિહાસ જેવા વિષયમાં નાટક દ્વારા શિક્ષણ, ભાષાના વિષય માં કવિતા ઓડિયો દ્વારા સંભળાવાય છે.
  • કઠીન મુદ્દા સમજાવ્યા પછી વિદ્યાર્થીને ટુચકા મજાક સંભળાવાય છે જેથી તેઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે છે.
  • એક શિક્ષક તેમનો મહત્તમ સમય વિદ્યાર્થી સાથે પસાર કરી તેમના સ્વભાવ, અને તેમની કુશળતા જાણવા પ્રયત્ન કરે છે જેથી તેમની સાથે વાર્તાલાપ સરળ બની શકે અને મોટા ભાગની તમામ પ્રવૃતિઓ જૂથ કાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કરાવે છે.
  • કોઇપણ અભ્યાસના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવે છે અને તેમને વર્ગમાં વધુ વ્યક્ત કરવાની તક આપવામાં આવે છે જેથી તેમને મુંજવતી સમસ્યા કે સવાલનો સરળતાથી ઉકેલ લાવી તેમની સમજશક્તિ નો વિકાસ કરાય છે.
  • ચાલુ તાસ દરમિયાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે જેથી તેમનું ધ્યાન કેન્દ્રિત રહે.
  • વર્ગની તમામ પ્રવૃતિઓના આયોજન માટે તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે અને શિક્ષકની ગેરહાજરીમાં વર્ગનું આયોજન કરતા વિદ્યાર્થીઓને શિખવેલ છે જેથી વર્ગમાં વ્યવસ્થાપન જળવાઈ રહે.
  • દરરોજ અલગ વિદ્યાર્થીઓને બેંચની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા જેથી તેમનું ધ્યાન કેન્દ્રિત રહે.
  • શાળામાં ડીજીટલ વર્ગખંડ બનાવવામાં આવ્યો જેમાં શિક્ષકો ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વિડીયો, ક્વીઝ બનાવી બતાવે છે અને નાટક, પ્રોજેક્ટ, પ્રદર્શન જેવી પ્રવૃતિઓ કરાવીને વિદ્યાર્થીઓ સાથેનો સમય વર્ગખંડમાં જ અસરકારક બનાવવામાં આવે છે.
  • રિસેસ દરમિયાન સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ વર્ગમાં અભ્યાસ સિવાય પણ પ્રવૃત્તિથી જોડાયેલ રહે અને તેમને નવીન કાર્ય કરવાનો ઉત્સાહ રહે તેમજ વર્ગમાં યુનિફોર્મ સમિતિ, સુવિચાર સમિતિ, અભ્યાસ સમિતિ જેવી સમિતિઓની રચના કરવામાં આવેલ છે જેથી દરેક પોતાના કાર્યમાં વ્યસ્ત રહે અને સ્વયંસંચાલિત કાર્યથી વર્ગમાં વ્યવસ્થા પણ જળવાઈ રહે છે.
  • મોબાઈલ કે કમ્પ્યુટર પર એકમ ને લગતી માહિતી બતાવવામાં આવે છે જેથી તેમનો અભ્યાસ પ્રત્યેનો રસ જળવાઈ રહે અને પુસ્તક સિવાય ટેકનોલોજી દ્વારા જ્ઞાન મળતું રહે.
  • તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓ પાસે અમુક સમયે શૈક્ષણિક રમત રમાડવામાં આવે છે અથવા અન્ય શાળામાં થયેલ નવીન કાર્ય અંગે કહેવામાં આવે છે જેથી તેઓને પ્રેરણા મળે અને ત્યારબાદ બાકી રહેલ સમયમાં શિક્ષણ અપાય છે પરિણામે તેઓ જીજ્ઞાસાપુર્વક ભણે છે.