Discussion Forum Teacher

Discussion Forum Teacher

20-02-2015 : શાળાના વિકાસ માટેના આયોજનના અસરકારક અમલીકરણ, જવાબદારીની ચકાસણી અને મુલ્યાંકન કરવા માટે સી.આર.સી. કો-ઓર્ડીનેટર્સ, શાળાના આચાર્ય અને શિક્ષકોએ ક્યાં પ્રયાસો કરેલ છે?



તારણ:

  • શાળાનો વિકાસ બે બાબતો પર આધાર રાખે છે ૧) વહીવટી, ૨) શૈક્ષણિક .વહીવટી કાર્યોને પુરા કરવા સી.આર.સી અને આચાર્ય પોતાના સમયનો બને તેટલો વધુ ઉપયોગ કરી ગુણવત્તાલક્ષી કાર્યો પુરા કરે છે. શૈક્ષણિક કાર્યો માટે શાળામાં શાળા વિકાસ પ્લાન બનાવતી વખતે સી.આર.સી કો-ઓર્ડીનેટર, એસ.એમ.સી, શાળાનો સ્ટાફ, દાતાઓ, શિક્ષણવિદો, નિવૃત શિક્ષકોની સામેલગીરી આ તમામના અભિપ્રાય તથા સલાહ સૂચનો ધ્યાનમાં લઇ યોગ્ય આયોજન તૈયાર કરી દરેકની જવાબદારી નક્કી કરી નિશ્ચિત સમયે તેનું મુલ્યાંકન કરે છે.
  • સરકારશ્રી તરફથી આવતી ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે કે નહી તેની કાળજી લે છે.
  • CRC કક્ષાએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ તેમજ શાળાની દરેક બાબતોની યાદી તેમજ તેના કાર્યોની નોંધ કરી તેના પર નિયંત્રણ, દેખરેખ, અને સતત માર્ગદર્શન પૂરું પાડીને મૂલ્યાંકન કરી પત્રકોની ચકાસણી કરે છે.
  • RTE મુજબ શાળાની જરૂરીયાતોની સુનિશ્ચિત કરીને સી.આર.સી. કો-ઓર્ડીનેટર દરેક માહિતીનો તરત જ અમલ કરે છે.
  • સી.આર.સી. અઠવાડિયે કે મહીને શાળાની મુલાકાત લઈ નબળા બાળકોને મધ્યમ કક્ષામાં લાવવા માટેના જરૂરી સૂચનો પુરા પાડે છે.
  • શાળાના આચાર્ય અને શિક્ષકોએ નીચે મુજબના પ્રયાસો કરેલા છે.
    • એસ.એમ.સી. સભ્યોની તથા સ્ટાફની નિયમિત મીટીંગનું આયોજન કરી મીટીંગમાં કરેલ કામની સમિક્ષાનું વિવરણ કરે છે.
    • શાળાના આચાર્ય દ્વારા ૧) શાળામાં ભાષા કુટીર, બાળકો માટે વાંચન, લેખન, ગણનની વ્યવસ્થા, ૨) સતત ગેરહાજર રહેતા બાળકોની મુલાકાત, તથા વાલી સંપર્ક અને ગ્રામસભા, ૩) મૂલ્યાંકનની નવી બદલાયેલી પધ્ધતિમાં માર્ગદર્શન, ૪) કન્યાકેળવણી માટેના પ્રયાસો, ૫) બાળકો પાસે અભ્યાસક્રમ અનુસાર પ્રવૃતિઓ કરાવવી અને જરૂરિયાત મુજબ ભણાવવાની પદ્ધતિમાં જરૂરી સુધારા તથા તેમનામાં શિસ્ત જેવા ઔપચારિક ગુણોનો વિકાસ, ૬) મધ્યાહન ભોજનની ગુણવત્તાની નિયમિત ચકાસણી, ૭) કમ્પ્યુટર દ્વારા શિક્ષણ, આનંદદાયક પ્રાર્થનાસભા, બોલતી દીવાલો, વાર્ષિક રમતોત્સવ, લોકફાળો એકઠો કરવો,૮) શાળામાં ભૌતિક સુવિધાઓ જેવી કે કન્યાઓ માટે અલગ શૌચાલય, પાણીની ગંદકી દુર કરવા ગટર વ્યવસ્થા, પુસ્તકાલય, ઇલેક્ટ્રિક રોબોટ સાથે દરેક વર્ગખંડમાં લાઈટ ફીટીંગ, મધ્યાહન ભોજનના પૂરતા વાસણો અને તેની સફાઈની વ્યવસ્થા, ગણવેશ, પ્રાયોગિક સાધનો અને રમતગમતના સાધનોની વ્યવસ્થા, ૯) માનસિક રીતે વિકલાંગ બાળકોને યોગ્ય શિક્ષણ તથા અસરકારક વાતાવરણ પૂરું પાડવું. ૧૦) શાળાના વહીવટી હિસાબોનું દસ્તાવેજીકરણ તથા કમ્પ્યુટરમાં જાળવણી, ૧૧) શાળામાં બાળમેળો, ગણિત- વિજ્ઞાન પ્રદર્શન, વકતૃત્વ સ્પર્ધા, સફાઈ અભિયાન, સમિતિની રચના, ચિત્ર સ્પર્ધા, રંગકામ, કાગળકામ પ્રશ્નોતરીનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વગેરે જેવા પ્રયત્નો કરેલ છે.
  • નકારાત્મક પાસાઓ • સી.આર.સી ને પોતાનો કાર્યભાર વધુ હોવાથી તે વર્ગનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી.
    • શાળાકીય અસમાનતાને લીધે શાળાના વિકાસ માટેના આયોજનનું અસરકારક અમલીકરણનું અને દરેક બાળકને પાસ કરવાનો હોવાથી મૂલ્યાંકનનું મહત્વ રહેતું નથી
    • આપના મંતવ્યો મુજબ થોડા અંશે તાલુકા કક્ષાએ સી.આર.સીની અને શાળામાં શાળાના આચાર્યની જવાબદારી પ્રત્યે નકારાત્મક વલણ જાણવા મળ્યું અને થોડા અંશે સી.આર.સી.અને શાળાના આચાર્ય જાગૃત છે પરંતુ તેઓની નાણાંકીય રીતે સવલતો મળતી ન હોવાથી કાર્ય કરી શકતા નથી.
  • સૂચનો:
    • શાળાના વિકાસના આયોજનનું માહિતીપત્ર શાળાના આચાર્ય પાસે હોવું જોઈએ અને સમયાંતરે તેનું મૂલ્યાંકન એસ.એમ.સી તથા સી.આર.સી વગેરે દ્વારા થવું જોઈએ જેથી યોગ્ય દિશા નક્કી થઈ શકે.
    • આચાર્ય દ્વારા માર્ગદર્શન અને શાળાના અન્ય શિક્ષકો સાથે સુમેળભર્યા સબંધો, વિષય અનુસાર જવાબદારી આપવી અને તેનું યોગ્ય પાલન થાય તે માટેની બાંહેધરી આપવી.
    • મૂલ્યાંકન કોને કેટલું કરવું તે નક્કી નથી જેથી ક્યારેક એવું થાય છે કે અમુક યોગ્ય મુદ્દાઓનું મૂલ્યાંકન ગામલોકો કરે છે.અને તે તેના મુજબ નિર્ણય લઇ લે છે જે યોગ્ય નથી. તેને કરતા સી.આર.સી., આચાર્ય, તથા શિક્ષકો દરેકના મૂલ્યાંકનના અલગ અલગ વિભાગ હોવા જોઈએ.
    આમ સી.આર.સી. કો- ઓર્ડીનેટર શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોમાં કર્તવ્ય ભાવના વિકસે તથા તમામ વિષયોમાં પારંગત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.