Discussion Forum Teacher

Discussion Forum Teacher

21-11-2014 : બાળકોમાં નવું વિચારવાની ક્ષમતા અને એકબીજામાં પૂછપરછની ભાવનાનો વિકાસ થાય તે માટે શાળામાં અને શાળાની બહાર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની અભિવૃદ્ધિમાં વધારો કરી શકાય?



તારણ:

  • બાળકોના જૂથ બનાવી અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરવા માટેની કામગીરી સોંપવી.
  • બાળકોને અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં લઈને સર્વે કરવાની કામગીરી સોંપવી.
  • બાળકોના જૂથ વચ્ચે અલગ અલગ વિષયો પર જૂથ ચર્ચાનું આયોજન કરવું.
  • ક્વીઝ નું આયોજન કરવું.
  • ગામમાં એસ.એમ.સી ના સભ્યોની મદદથી એક જગ્યા નક્કી કરી ત્યાં દરેક વિષયની ઝુંપડી તૈયાર કરવી. બાળકોના જૂથને આ માટે અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવી.
  • બાળકોને અલગ અલગ વિષય લખી ચિત્રો અને વિડીઓ બતાવવા અને તે પછી પ્રશ્નો પૂછવા.
  • પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પૂરું પાડવું.
  • વાંચન કોર્નર ઉભા કરવા.
  • શાળા ની બહાર ભણવા માટે જગ્યા બનાવવી
    ગીરીશ પ્રજાપતિ દ્વારા વિકસિત નવતર પ્રયોગ
    પ્રવૃત્તિ આધારિત શિક્ષણ માટે જો વર્ગ માં જગ્યા નો અભાવ હોય તો વર્ગ ની બહાર શાળા માં પ્રવૃત્તિ ના ખૂણા બનાવવા.આ રીતે શાળાની જગ્યાનો શૈક્ષણિક રીતે ઉપયોગ થઇ શકે છે.આ ઉપયોગને લીધે શાળાનું બહારનું પરિસર પણ બાળ-કેન્દ્રી બંને છે.
    1. પ્રવૃત્તિ નો ખૂણો બનાવવા માટે વર્ગ ની બહાર પણ શાળા ની નજીક જ જગ્યા ની વ્યવસ્થા કરવાનું આયોજન કરવું.
    2. નક્કી કરેલ જગ્યા ને સાફ કરવા માટે સમુદાય ના લોકો ની મદદ લઈ સંકુલને વિકસાવવાનું આયોજન કરવું.
    3. નક્કી કરેલ જગ્યા ને પલળેલી રેતી , કીચડ અને રંગોળી ના રંગ ની મદદ થી પરંપરાગત રીતે બનાવવા માટે ગામ ની છોકરીઓ અને મહિલાઓની ની મદદ લેવાનું આયોજન કરવું.આ કામમાં શાળાના છોકરાઓને પણ જોડી ધકાય તેવું આયોજન કરવું.
    4. વિદ્યાર્થીઓ ને વાંચવા માટે પ્રોત્સાહન મળે તેવા વિચારો અને વિગતો મુકવાનું આયોજન કરવું.અહીં લખેલ વિચાર ની બાજુ માં બાળકે દોરેલ ચિત્રો મુકવાની વ્યવસ્થા કરવાનું રાખવું.
    5. જુના પ્લાસ્ટીકના કેરબા કાપવા અને તેનો ઉપયોગ પુસ્તકો મુકવા માટે કરવો આ માટે સ્થાનિક રિસોર્સનો ઉપયોગ કરવાનું રાખવું.
    6. જુદા જુદા વિભાગ ના પુસ્તકો જુદા જુદા સ્થળે મુકવાની વ્યવસ્થા કરવી.
    7. કેરમ અને ચેસ રમવા માટે પ્રવૃત્તિ ના ખૂણા માં ચોક્કસ જગ્યા નિયત કરવાનું રાખવું.
    8. પ્રવૃત્તિ ના ખૂણા માં અભ્યાસક્રમ અનુસાર પ્રવૃત્તિ ગોઠવવી. તેમાં પ્રયોગો, તેની બનાવટો અને મોડેલ્સ નો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાનું રાખવું.
    શાળા ની બહાર જગ્યા ની વ્યવસ્થા કરવાથી બાળકો માં કઈક નવું વિચારવા ની ક્ષમતા અને એકબીજા માં પુછપરછ ની ભાવના નો વિકાસ થાય છે. આવી પ્રવૃત્તિથી શાળાનું પરિસર આકર્ષક અને જીવંત બંને છે. શિક્ષણ વર્ગ ની બહાર પણ આપી શકાય છે. અને તેનું ચોક્કસ પરિણામ પણ મળે જ છે