Discussion Forum Teacher

Discussion Forum Teacher

25-04-2015 : બાળકોને ગુણવતા સભર શિક્ષણ મળી રહે તે માટે આપે શાળામાં કોઈ પ્રયત્ન કરેલ છે? તેની ટૂંકી વિગત જણાવો અને તેનું શું પરિણામ જોવા મળ્યું?



તારણ:

  • શિક્ષકે કમ્પ્યુટર દ્વારા વિજ્ઞાન અને અન્ય વિષયના એકમ શીખવ્યા અને ત્યારબાદ નબળા વિદ્યાર્થી ને હોશિયાર વિદ્યાર્થી ભણાવે તેવી વ્યવસ્થા કરવામાં આવી અને તેના પરિણામ રૂપે વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા વધી, કમ્પ્યુટર દ્વારા સરળતાથી વિષયવસ્તુનું જ્ઞાન મળ્યું અને રિશેષ દરમિયાન પણ કમ્પ્યુટર પર બેસવા લાગ્યા.
  • એક શિક્ષકએ સામાન્ય જ્ઞાનની સી.ડી. બનાવી અને વિદ્યાર્થીઓને એલ.સી.ડી. સ્ક્રીન પર બતાવી જેથી હવે શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થીઓ સી.ડી. દ્વારા ભણે છે અને તેમના સામાન્ય જ્ઞાન માં વધારો થયેલ જોવા મળેલ છે.
  • ધોરણ-૧૨વિજ્ઞાનના નબળા વિદ્યાર્થીઓ માટે શિક્ષકે ભૌતિક વિજ્ઞાનના વીડિઓબનાવ્યા જેથી તેમના વિદ્યાર્થીઓ ઘરે અથવા શાળાની કોમ્પ્યુટર લેબમાં આ વીડિઓનો જાતે અભ્યાસ કરી શકે, જેથી વિદ્યાર્થીઓના ભૌતિક વિજ્ઞાનના પરિણામમાં સુધારો જોવા
  • વિષય પ્રમાણે વર્ગખંડ અને સબ્જેક્ટ કોર્નરગોઠવ્યા છે અનેજેથી વિદ્યાર્થીને ટી.એલ.એમ. તરત મળી જાય છેઅને વિદ્યાર્થીઓને મોડેલ અને ચાર્ટ્સથી સમજાવ્યાજેથી તેમને અઘરા મુદ્દા સમજવામાં સરળતા રહે છે.
  • ભારતના રાજ્યોના નામના પ્રથમ મુળાક્ષર પરથી સૂત્ર બનાવ્યુ જે નીચે મુજબ છે: “આંમ તેમ કેઉઉ હિમ ગો પંઝાબિ છત્રી ઓ અમી દિપક અમે ગુજરાત ના સિહ” આ સૂત્રના ઉપયોગથી શાળાના ધોરણ ૬ થી ૮ ના બધા વિદ્યાર્થીઓને સરળ રીતે દરેક રાજ્યના નામ યાદ રહી જાય છે.
  • નબળા બાળકો માટે અઘરા વિષય શીખવવા ઉપચારાત્મક વર્ગનું શાળા સમય બાદ ટ્યુશન દ્વારા આયોજન કરવામાં આવ્યું જેથી તેઓના વાર્ષિક પરિણામમાં સુધારો નોંધવામાં આવ્યો અને તેઓને અઘરા મુદ્દા સમજવામાં નડતી સમસ્યાનું વ્યક્તિગત રીતે નિરાકરણ લાવી શકાયું.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના કાવ્યગાન માટેઑડિયો ક્લીપ એકઠી કરી તમામ ધોરણના બાળકોને સંભળાવવામાં આવી જેથી તેઓ દરેક ભાષામાં રાગ સાથે કાવ્ય ગાન કરતા થયા.
  • રિશેષ દરમિયાન હોશિયાર વિદ્યાર્થી સાથે નબળા વિદ્યાર્થી કે જેને વાંચતા ન આવડતું હોય તેની જોડી બનાવી અને તેને શિખવાડવાનું આયોજન શિક્ષક દ્વારા કરવામાં આવ્યું અને જે જોડીને આવડી જાય તેને ઇનામ અપાયું જેથી મોટા ભાગના વિદ્યાર્થીને વાંચતા આવડી ગયું.
  • વાલીસભાના આયોજન થકી તથા રૂબરૂ અથવા ટેલીફોનીક મુલાકાત દ્વારાબાળકને પડતી મુશ્કેલીઓથી અને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રગતિ માટે શિક્ષકેવાલીઓ સાથે ચર્ચા કરી તેમને માહિતગાર કર્યા તેના પરિણામ સ્વરૂપ આજે તે શિક્ષકની શાળામાં ખાનગી શાળાઓમાંથી પણ બાળકો પરત આવે છેઅને સમગ્ર વિસ્તારના ૫ થી વધુ ગામડાના બાળકો જંગલ વિસ્તારની અંતરિયાળ શાળા ગણાતી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા લાગ્યા છે.આશિક્ષકને વાલીઓનો પણ હકારાત્મક સહકાર અને પ્રતિભાવ મળ્યો છે.
  • વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ વિદ્યાર્થી, નિયમિત વિદ્યાર્થી, શ્રેષ્ઠ વાંચક, શ્રેષ્ઠ રમતવીર વગેરે પુરસ્કારો આપવામાં આવ્યા જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ પુરસ્કાર મેળવવા વધુ મહેનત કરવા લાગ્યા.
  • અમુક વિદ્યાર્થી સામેથી વારમાં વિષયમાં મૂંઝવતા પ્રશ્ન પૂછી શકતા ન હતા જેથી વર્ગમાં પ્રશ્નપેટીમુકવામાં આવી જેમાં બાળકોને જે વિચાર આવે અથવા કોઇપણ વિષયને લગતા પ્રશ્ન હોય તે બાબતે લખી આ પેટીમાં નાખે અને દર શનિવારે પેટીમાં નાખેલ પ્રશ્નનો જવાબ તમામ બાળકોની સામે આ૫વામાં આવે છે. આનુ પરિણામ જોવા મળ્યું કે શાળામાં શરમાળ બાળકો પણ પ્રશ્ન પૂછવા લાગ્યામ અને બાળકોનેનવા પ્રશ્નના જવાબ મળવા લાગ્યા જેથી તેના જ્ઞાનમાં વધારો થયો અને તેઓ અભ્યાસક્રમના વધુ પુસ્તકો વાંચવા લાગ્યાન.
  • શિક્ષકે દરેક યુનિટના અંતે પ્રથમ ઓપન બુક અને પછી બૂક વગર પરીક્ષા લીધી જેથી વિષયમાં વિદ્યાર્થીઓનો રસ વધ્યો.
  • વર્ગમાં દરેક બાળકની પ્રોફાઈલ તૈયાર કરી જેથી તેના બેક ગ્રાઉન્ડ વિષે જાણવા મળ્યું અને તેમને રસ રૂચી પ્રમાણે શિક્ષણ આપવામાં આવ્યું જેમકે ગણિતમાં રસ ઓછો હોય તેવા બાળકોને રમતા રમતા ગણિત ભણાવવું,જેથી તેમનો ગણિત પ્રત્યેનો રસ વધે તેમજ અંગ્રેજી જેવા વિષયો માટે સામાન્ય અંગ્રેજી શબ્દોનું વ્યવહારિક ઉપયોગમાં બોલવું તેવા પ્રયત્ન કરવામાં આવ્યા.
  • ક્લસ્ટર પર શિક્ષકોની ચિંતન શિબિર કરી શિક્ષણ માં ગુણવતા લાવવા માટે ચર્ચા કરવામાં આવી જેથી તેઓની શાળામાં વિદ્યાર્થીઓને મળતા શિક્ષણમાં સુધારો જોવા મળ્યો.
  • વ્યવહારુ શબ્દની ચિત્ર બુક શિક્ષક દ્વારા બનાવવામાં આવી જેથી હવે વિદ્યાર્થીઓ સ્પેલિંગ અને તેના અર્થ આસાનીથી યાદ રાખી શકે છે.
  • વર્ગમાં ડીજીટલ ક્લાસરૂમ બનાવડાવ્યો જે માટે ધોરણ ૧ થી ૮ ના દરેક વિષયના મુદ્દા માટે સોફ્ટવેર વિકસાવ્યું જેથી બાળકો શાળામાં આવવા આકર્ષાયા અને સોફ્ટવેર દ્વારા ભણવાનું, પુનરાવર્તન અને શિક્ષક માટે પણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન સરળ બન્યું.
  • એક શિક્ષક ૨ વર્ષથી અંગ્રેજી અને ગણિત શિક્ષણ નાટક અને ક્વીઝ દ્વારા કરાવે છે અને ૯૦% બાળકો અંગ્રેજી વાંચી શકે છે અને ગણિત ના દાખલા આસાનીથી ગણી શકે છે.