Discussion Forum Teacher

Discussion Forum Teacher

05-07-2015 : શું આપના કે આપની શાળા દ્વારા શાળાની પ્રવૃતિઓનો ફેલાવો કરવા માટે કોઈ નવીનતમ પ્રવૃત્તિ કરવામાં આવે છે? તેની ટૂંકી વિગત જણાવો.



તારણ:

  • શિક્ષકો શાળાની તમામ પ્રવૃત્તિ વોટ્સ એપ પર શિક્ષકોના ગ્રુપમાં શેર કરે છે અને ફેસબુક પેજ પર પણ પ્રવૃતિઓના ફોટા તથા માહિતી શેર કરવામાં આવે છે.
  • શાળાની તમામ પ્રવૃતિના ફોટાનું કલેક્શન શાળા પ્રોફાઈલમાં રખાય છે અનેવાલી મીટીંગ કે અન્ય શાળા ઉત્સવમાં સૌને બતાવવામાં આવે છે.
  • ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, રેલીનું આયોજન કરવામાં આવે છે જેથી શાળા પ્રવૃતિનો પ્રચાર થાય છે.
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખપત્રમાં શાળાની સિદ્ધિ નો પ્રસાર કરવામાં આવે છે અને પ્રેસ નોટ પણ આપવામાં આવે છે.
  • શાળામાં થયેલ કાર્યક્રમનું રેકોર્ડીંગ કરીને સીડી કે ડીવીડી સ્વરૂપે રાખી સમ્મેલનમાં બતાવાય છે અને સમાચારપત્રમાં નોંધ અપાય છે.
  • શાળામાં થયેલ કાર્યક્રમનું રેકોર્ડીંગ કરીને સીડી કે ડીવીડી સ્વરૂપે રાખી સમ્મેલનમાં બતાવાય છે અને સમાચારપત્રમાં નોંધ અપાય છે.
  • શાળાના તમામ કાર્યક્રમના ફોટા લીધા બાદ પેનડ્રાઈવદ્વારા દરેક ફોટા આસપાસની શાળામાં શિક્ષકોને અપાય છે.
  • એકશાળાની પ્રવૃતિના ફોટોગ્રાફનું ફોલ્ડર બનાવી એક પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન સ્વરૂપે તેમને બી.આર. સી. ભવનમાં સબમિટ કરવામાં આવ્યા.
  • શાળાની માસીક વાલી મીટીંગમાં તમામ પ્રવૃત્તિ પ્રોજેક્ટર ઉપર બતાવવામાં આવે છે.
  • શાળાએ પોતાનું સમાચારપત્રActivityTimes શરુ કર્યું જેમાં તેઓ ચાલુ માસની તમામ પ્રવૃતિઓ છપાવેછે અને તમામ ક્લસ્ટરની શાળામાં તેમજ પંચાયત અને ગામના લોકોમાં તે વહેંચવામાં આવે છે.
  • શાળામાં બુલેટીન બોર્ડ ચાલુ કર્યું છે અને યુ ટ્યુબમાં શાળાની એક ચેનલ બનાવવામાં આવી છે આ સિવાય ટેકનોલોજીનો સદુપયોગ કરવા શિક્ષકોએ બ્લોગ, વેબસાઈટબનાવે છે અને શાળા દ્વારા મુખપત્ર પણ બહાર પાડવામાં આવે છે જેનાનામ આ પ્રમાણે છે: