Discussion Forum Teacher
07-10-2015 : દર રવિવારે શાળાની પ્રવુતિની માહિતી પ્રોજેકટર દ્રારા ગામલોકોને બતાવવામાં આવે છે.-જીજ્ઞેશકુમાર-જી.અમદાવાદ
તારણ:
- શિક્ષકે આગલા દિવસે ભણાવવાનો ટોપિક વર્ગખંડમાં બધા વિધાર્થીઓને આપી દીધો.તેથી વિધાર્થીઓ અને શિક્ષકો નવા વિચારો રજુ કરી શકે અને વિધાર્થીઓનું મન ભણવામાં જળવાઈ રહે. - સોજીત્રા કલ્પેશભાઈ
- વિજ્ઞાન વિષય ભણાવતી વખતે પાઠ માં જરૂરી વસ્તુ વિધાર્થીને બનાવી લાવવા કહયું અને પ્રયોગ દ્રારા સરળતાથી વિજ્ઞાન વિષય સમજાવી શકાય.- શૈખસાકીર્હુસેન
- દરેક પાઠ પૂરો થયા પછી ટેસ્ટનું આયોજન કરવું અને સારા માર્ક લાવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને ઓછા માર્ક લાવનાર વિધાર્થીઓને રૂબરૂ મળી સમજાવવા.વિધાર્થીઓને પ્રશ્નનોપૂછવાનીતક આપવી. - જોશી ગૌરવકુમાર,બિરેનકુમાર પટેલ
- બાળકોને ગમતા કાર્ટૂન કેરેક્ટરની મદદથી શીખવી શકાય. મનગમતા રોલ મોડેલની વાત ટાંકીને કોઈ નવી બાબત, સુટેવ, વલણ ઘડતર કેક્રીએટીવીટી શીખવી શકાય.વર્ગખંડમાં હંમેશા કુતુહલતાનું વાતાવરણ જળવાઈ રહે તેવું આયોજન થાય તોવિદ્યાર્થીઓને દરેક પ્રવૃતિમાં રસ રૂચી સાથે બાળકો પ્રવૃતિમાં કેન્દ્રિત રહીશકે.વર્ગખંડમાં વિદ્યાર્થીઓ કોઈ પ્રવૃતિમાં પ્રત્યક્ષ રીતે જોડાઈ રહે તો તેઓધ્યાનભંગનો શિકાર થતા બચી શકે છે.- હેમંત વાઘેલા
- બ્લેકબોર્ડ પર લખતીવખતે રંગબેરંગીચોકનો ઉપયોગ કરવાથી અને વિજ્ઞાન વિષયમાં પ્રયોગ કરતી વખતે દરેક બાળકનો સમાવેશ કરવાથીબાળકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય.અને મુખ્ય મુદાઓની નોધ બોર્ડ પર કરવી. - પરમાર કિશોરભાઈ,મુકેશકુમાર ઉપાધ્યાય
- કોઈ પણ પ્રવુતિ કરાવતા પહેલા વિદ્યાર્થીઓને એક સરસ વાર્તા કહેવાની. ત્યાર બાદ પ્રવૃતિઓ કરાવવી. - અમૃતિયા મહેન્દ્રભાઈ,સિપાઈ ઈમરાનભાઈ,સેંતા રમેશભાઈ એસ.,જાદવ જયેન્દ્રકુમા,મેહુલભાઈ કવૈયા,રામજીભાઈ હેમરાજભાઈ,સંદીપ ડી.પંડયા,હીરાની વિનોદકુમાર
- ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં ભાણાવવા માટે શાળામાં ઈ-લર્નિગ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં વિષયના એકમ પ્રમાણે સાઈડ શો અને એમ.સી.કયુ ક્વિઝ દ્રારા બાળકોને સરળતાથી ભણાવવામાં આવે છે.- નીલેશકુમાર રાજગોર
- શાળાના વર્ગખંડ ડીજીટલ કલાસરૂમતરીકેવિકસાવવામાં આવ્યા છે.કલાસમાં ટી.વી.અથવા કમ્પુટર પર દરેક વિષયના પાઠ ઓડિયો-વિડીયોબાળકોનેબતાવવામાંઆવેછે. અને ટેકનોલોજી ઉપયોગથી બાળકોને ભણાવ્યા. - શિવાંગીબેનશાસ્ત્રી, પ્રજાપતિ મેહુલકુમાર,બહેચરભાઈ પ્રજાપતિ
- હિન્દી વિષયમાંવ્યાકરણ શીખવવા માટે વ્યાકરણ કોર્નર બનાવ્યું.વ્યાકરણ શીખવ્યા બાદ વિધાર્થીએ શીખેલ વ્યાકરણ અને તેનીસમસ્યા લખી એક બોક્ષમાં નાખવામાં આવે છે ત્યાર બાદ તેનું સમાધાન કરવામાં આવે છે. - નિમીષાબેન શાહ
- વર્ગખંડમાં બાળકોનું ધ્યાન આકર્ષિત કરવા મારી આસપાસની દુનિયાએકમમાં પક્ષીઓ, પ્રાણીઓના રહેઠાણ,ખોરાકલેવાની ટેવ,અવાજ,શરીરોનું અવલોકનવગેરેનું પ્રત્યક્ષ સમજ આપવા વર્ગખંડ બહાર લઈ જઈ અવલોકન કરાવી ઊંડાણ પૂર્વકસમજ આપી. પ્રોજેકટ વર્ક દ્રારા પણ સમજ આપી.- શેફાલીબેનફ્રાન્ક્લીનભાઈ, રાકેશકુમાર જે. વાઘેલા,મીરલકુમાર વિરાણી,ધુલશીયારુશીતકુમાર
- જે બાળકોને જે વિષય માં રસ ના પડતો હોય તો તેને સંલગ્ન કોઈપ્રવૃત્તિ કરાવવી.જેમકે રાષ્ટ્ર ધ્વજ ભણાવતા તે બાળક પાસે બનાવવામાં આવે તો તે રસથી ભણશે. - અમિતકુમાર સોની,નીલેશકુમાર પટેલ,દેવેશભાઈ ગુપ્તા,કલ્પેશભાઈ દસાડીયા
- બાળકોને અભિનય દ્વારા કે રમત દ્વારા શિક્ષણ આપી ધ્યાનકેન્દ્રિત કરવામાં આવે છે.અને અમુક એકમ માં નાટયકરણ દ્વારા શિક્ષણ આપી બાળકોનું ધ્યાનકેન્દ્રિત કરવામાં આવે છે. કોઈ એકમમાં પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ કાર્ય દ્વારાશિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. - અશ્વિનભાઈ પ્રજાપતિ,રમેશચંદ્રભાઈ પટેલનીલેશકુમાર ચાવડા,એન્થની મેકવાન