Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-07-2015 : આપે અંગ્રેજી ભાષા શીખવવા ક્યાં પ્રયત્ન કરેલ છે?તેની ટૂંકી વિગત જણાવો.



તારણ:

  • શાળામાં અંગ્રેજી સામાયિક ચાલુ કર્યા જેથી વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચન નો મહાવરો થઇ શકે.
  • પ્રેઝેન્ટેશન અને વિડિયો દ્વારા અંગ્રેજીનો રોજીંદા જીવનમાં ઉપયોગ વિષે શીખવાડવામાં આવ્યું.
  • પ્રાર્થનાસભા અને શાળાના સમય દરમિયાન શિક્ષકેવિદ્યાર્થીઓ પાસેઅંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરાવ્યો.
  • કાર્ડ-પેપર,સ્પેલિંગ,અંતાક્ષરી રમત દ્વારાઅંગેજીવિદ્યાર્થીઓને સરળતાથીશીખવવામાં આવ્યું.
  • સપ્તાહ ઉજવણી કરવામાં આવી જેમાં ફળ, પ્રાણી, રંગ, અનેશાકભાજી વીક રાખવામાં આવ્યા.ઉ.દા. ફળસપ્તાહમાં વિદ્યાર્થીઓઅંગ્રેજીમાં ફળને લગતા ઉખાણા, ગીત, રોલપ્લે કરે અને દરેક વર્ગને પણ અલગ ફળના અંગ્રેજી નામ આપવામાં આવ્યા.
  • એક શિક્ષકે હાજરી પુરાવતી વખતે વિદ્યાર્થીઓ પાસે રાજ્ય અને રાજધાનીનું નામ અંગ્રેજીમાં બોલાવે છે.
  • વર્ગમાંવિદ્યાર્થીઓને અંગ્રેજીમાં નાની-નાની વાર્તાઓ અને વર્તમાનમાં થયેલ ઘટનાઓ શિક્ષકે સમજાવી.
  • હાજરી પુરતી વખતેવિદ્યાર્થીઓને તેનો નંબર અને નામનો સ્પેલિંગ બોલવા સુચવ્યું.
  • વિદ્યાર્થીઓને અંગ્રેજીના વિડીઓ,ગીતો,જોડકણા, અંગ્રેજીકાર્ટુન, સમાચાર પત્રના વાંચન દ્વારા સરળતાથી અંગ્રેજી શીખવાડયું.
  • વિદ્યાર્થીઓને વર્ગમાં અંગ્રેજીમાંપોતાનો પરિચય આપવા કહેવામાં આવ્યું.