Discussion Forum Teacher
15-08-2015 : આપ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા ભણાવો છો? જો હા તો શેના દ્વારા ? બાળકોમાં શું ફેરફાર જોવા મળ્યો?
તારણ:
- ૯૪% શિક્ષકો વિદ્યાર્થીઓને ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા ભણાવે છે અને તેઓ નીચે મુજબની પદ્ધતિનો ઉપયોગ કરે છે:
- શાળામાં ઈ લર્નિંગ મોડ્યુલ બનાવેલ છે જેમાં દરેક પ્રકરણના પાવર પોઈન્ટ સ્લાઈડ શો અને મલ્ટીપલ ચોઈસનાજવાબની ક્વીઝ બનાવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીઓએ શીખેલ પાઠનુંમૂલ્યાંકન સરળતા થી થાય છે. આ પૈકી અમુક ફાઈલ nikeshajani.blogspot.in બ્લોગ પર મુકેલ છે. આ તમામ ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીમાં અને તેમના વાર્ષિક પરિણામમાં સુધારો જોવા મળ્યો છે.
- ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનામાટે તમામ વિષય માટેની એન્ડ્રોઇડ ક્વીઝ એપ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓ પાસે જ રમાડાય છે.
- શિક્ષકોએ ડીજીટલ સોફ્ટવેર શાળા માટે ખરીદેલ છે અને તેઓ અન્ય શિક્ષકોને પણ એમ.એસ. ઓફીસ શીખવા માટે પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ વિવિધ પાઠ માટેના પ્રેઝેન્ટેશન પણ બનાવે છે.જેથી તેઓ જાતેપ્રેઝેન્ટેશન બનાવતા અને આપતા શીખે અને તેઓ આશાનીથી સહાધ્યાયીઓને પણ શીખવી શકે.
- શિક્ષકે બ્લોગ બનાવેલ છે - www.kjparmar.in . તેઓ જાતેપાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન પર યુનિટ ટેસ્ટ તૈયાર કરે છે.
- શિક્ષક પોતે એક ગણિત-વિજ્ઞાન અને કમ્પ્યુટરનું શિક્ષણ આપતી સંપૂર્ણ ગુજરાતી ભાષામાં જ વેબસાઈટ ચલાવે છે.જેનું નામ છે:http://www.vishalvigyan.in તેના પર કમ્પ્યુટરમાં ચાલે તેવી ધો.6-7-8 ની ગેમ મુકેલ છે. સાથે તેમણે જબનાવેલ એન્ડ્રોઈડ એપ્સપણ છે. સાથે તેમણે મોબાઈલમાંથી જ એનિમેશન વિડીયો બનાવી અને youtubeઅને વેબસાઈટ પર મુકેલ છે. જેનાથી વિદ્યાર્થીઓખૂબ પ્રભાવિત થઈ અને શીખી રહ્યા છે.
- શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવતા પ્રકરણનું વર્ગખંડમાં જ વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું છે અને શિક્ષકો તે વિદ્યાર્થીઓને ટી.વી. પર બતાવે છે જેથી વિદ્યાર્થીઓને આસાનીથી દરેક પ્રકરણનું પુનરાવર્તન થાય છે.
- શાળાનીપ્રાર્થનામાં કમ્પ્યૂટરની મદદથી વાર્તા સંભળાવવામાં આવે છે , જેનાથી વિદ્યાર્થીઓમા શુદ્ધઉચ્ચારણનો ગુણ કેળવી શકાયો છે.
- શિક્ષક નીચે મુજબના બ્લોગ પણ ચલાવે છે જેમાં તેઓ વિદ્યાર્થી માટે વિડીયો,પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન વગેરે અપલોડ કરે છે જેથી અન્ય શિક્ષકો પણ તેઓ ઉપયોગ શાળામાં કરે.
- Stellarium ના ઉપયોગથીવિદ્યાર્થીઓનો ખગોળશાસ્ત્રમાં રસ જાગ્યો. વિદ્યાર્થીઓસૌર મંડળ, તારામંડળ, આકાશગંગા, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વગેરે સમજતા થયા.Geogebraના ઉપયોગથી ત્રિકોણમિતિ અને તેના અલગ સુત્રો સમજતા થયા.
- સામાજીક વિજ્ઞાનનાં શિક્ષણમાં જ્યારે નકશાની સમજ આપવાની થાય છે, ત્યારે શાળામાં કમ્પ્યૂટરમાં GOOGLE MAPની APPLICATION ની મદદથી અક્ષાંશ- રેખાંશ ની સમજ રસપ્રદ રીતે આપવામાં આવે છે.