Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-10-2015 : શું આપે શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ને શિક્ષણ અને શાળાકીય કાર્યક્રમો અંગે સજાગ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરેલ છે? ટૂંક માં માહિતી આપો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
  • શાળાનીપ્રવુતિઓનોઅહેવાલવિધાર્થીઓ દ્રારા વાલીનેબતાવવા મોકલવામાં આવે છે.ત્યારબાદશાળાનાનોટીશબોર્ડપરમુકવામાંઆવેછે અને વાલીઓનેમહિનામાં બે વખત શાળાની પ્રવુતિનો જાણ કરતો પત્ર વાલીને મોકલવા,વાલીઓને ફોન પણ કરવવા,રૂબરૂમુલાકાતદ્રારાવાલીને શાળાની પ્રવુતીની જાણ કરવામાં આવે છે.- પ્રવિણભાઈ મકવાણા-જી.ભાવનગર,પીયુષકુમાર વિરડીયા-શાળા.ધામેલ પે સેન્ટર શાળા-જી.અમરેલી,તરુણકુમાર પટેલ-જી.મહેસાણા,નિકેતાબેન વ્યાસ-જી.અમદાવાદ,
  • એસ.એમ.સી.સભ્યો દ્રારા શાળાની આસપાસના શિક્ષિત લોકો જે પોતાનો સમય આપી શાળાના વિધાર્થીઓને ભણાવવા માટે તૈયાર હોય તેનું મિત્રમંડળ બનાવી તેનાદ્રારા શૈક્ષણિક પ્રવુતિકરાવવામાં આવે છે.-ભરતભાઈ જોશી-જી.પોરબંદર
  • શાળાને સરકાર દ્રારા મળેલ પરીપત્ર ગામના નોટીસબોર્ડ પર મુકવામાં આવે છે.વલીમીટીંગ,મહિલા સંમેલન,યુવા કેન્દ્રિત કાર્યકમો,સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણીઅને રેલી દ્રારા ગામલોકોને જાણ કરી તેઓ સહભાગી થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે.-ચિરાગભાઈ-જી.કોડીનાર,વિનોદસિંહ ચૌહાણ-જી.ભાવનગર,બારૈયા દેવાંગીબેન-શાળા.હડીયાણા કન્યા શાળા-જી.જામનગર
  • ગામની ડેરીની મીટીંગમાં દૂધ વધારવા માટેની માહિતી સાથે શાળાની તમામ માહિતી આપવામાં આવે છે અને પ્રશ્ન પેટી બોક્ષ બનાવવીને વિધાર્થીઓના તમામ પ્રશોના ઉકેલ આપવામાં આવે છે.-મિનેષકુમાર પ્રજાપતિ-જી.ખેડા
  • વાલી મીટીગ,એસ.એમ.સી.સભ્યો મીટીંગ,શાળાના જુના વિધાર્થીઓની મીટીંગ,યોગા,ગરબા,કિવઝ સ્પર્ધા,હેન્ડ વોશ ડે,સ્વચ્છતા અભિયાન,ટેકનોલોજીનો ઉપયોગ,ગણિત-વિજ્ઞાન વિડીઓ કલાસમાં બતાવવાજેવી પ્રવુતિ કરાવવામાં આવે છે.અને આ પ્રવુતિની વાલીને જાણ કરવામાં આવે છે.-ભાર્ગવીબેન પટેલ-જી.અમદાવાદ,મિરલકુમાર વિરાણી-જી.અમરેલી, સતિષભાઈ પરમાર-જી.રાજકોટ,અમિતભાઈ મોરી-જી.સુરેન્દ્રનગર,મનીષકુમાર ચંદુલાલ-જી.રાજકોટ,પ્રજ્ઞેશકુમાર વ્યાસ-જી.પાટણ,કિરણસિંહ ચાવડા-જી.પંચમહાલ,નિશાબેન ભટ્ટ-જી.રાજકોટ,હરિસિંહ ચાવડા-જી.ખેડા
  • શાળાની નજીકની વાડીમાં ભજનના પ્રોગ્રામનું આયોજન કરીપ્રોગ્રામની વચ્ચે-વચ્ચે શિક્ષણનું મહત્વ અને સરકાર દ્રારા મળતી સગવડતા વિષે માહિતી આપવામાં આવી.આ રીતે ૪૦ થી ૪૫ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો.ગામના દાતાઓ એકઠો થયેલો લોકફાળો નો ઉપયોગ શાળા અને વિધાર્થીઓના વિકાસમાં કરવામાં આવ્યો.- લહેરીકાંત ગરવા-જી.કચ્છ,ભીખુભાઈ વેગડા-જી.અમદાવાદ,ભગોરા સ્નેહલકુમાર-શાળા.ડોડકા પ્રાથમિક શાળા-જી.વડોદરા
  • દર મહીને ગામના જુદા-જુદા ફળિયામાં પીકનીકનું આયોજન કરવામાં આવે છે ત્યાં વિધાર્થીઓ વિવિધ પ્રવુતિઓ કરવામાંઅને બતાવવામાં આવે છે.-પટેલ કેયુરકુમાર-જી.પંચમહાલ
  • દરેક વાલી પોતાના ઘરે નાનકડું પુસ્તકમંદિર બનાવેજેમાંતમામપ્રકારનાપુસ્તકોરાખે.આપ્રયત્નથીબાળકોમાંવાંચનપ્રત્યેજાગૃતિવધીઅનેશાળાનીલાયબ્રેરીકાર્યરતબની..- ભગુભાઈ દેસાઈ-જી.સુરેન્દ્રનગર,સુકનભાઈભોયે-જી.ડાંગ
  • શિક્ષકે શાળામાં થતી પ્રવુતિઓ અને વિધાર્થી કાર્ડ ના ફોટો વાલીઓને અને ગામ લોકેને વોટ્સઅપમોકલી ને તેમને માહિતગારકર્યા,તેથી ગામલોકો અને વાલીઓનો શાળામાં રસ વધ્યો અને શાળા મધ્યાહન ભોજનમાં જે મુશ્કેલી હતી તેનો હલ થયો.-કલ્પેશભાઈ ચોટલિયા-જી.રાજકોટ