Discussion Forum Teacher
25-08-2015 : આપ દરેક વિષયના અભ્યાસક્રમને વધુ રસપ્રદ બનાવવા કઈ પ્રવૃત્તિ કરો છો?
તારણ:
- દરેક જૂથ વચ્ચે વિષય પ્રમાણે પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તેનું પ્રદર્શન પ્રાર્થના સભામાં કરવામાં આવે છે જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ તેના વિશે જાણે.
- ઐતિહાસિક અને પાઠ્યપુસ્તકમાં આવતા સ્થળોની શક્ય તેટલી મુલાકાત કરાવવામાં આવે છે અને તજજ્ઞો દ્વારા સેમીનાર પણ ગોઠવવામાં આવે છે.
- વિષય પ્રમાણે પી.પી.ટી. દ્વારા પ્રેઝેન્ટેશન કરવામાં આવે છેઅને વિડિયો પણ બતાવવામાં આવે છે.
- શિક્ષક સામાજિક વિજ્ઞાન શીખવતી વખતે ઐતહાસિક પ્રસંગો ને લગતા પુસ્તકો અને ચિત્રો બતાવે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેઓ એવા પ્રસંગ વર્ગખંડ માં કહે અને તે પરથી પ્રોજેક્ટ પણ બનાવે
- વિજ્ઞાનમાં દરેક પ્રકરણના અંતે MICROSOFT MOUSE MISCHIEF SOFTWAREની મદદથી શાળાના મલ્ટીમીડિયા હોલમાં LCD projector અને Mouseની મદદથી ક્વીઝ રમાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને ગમ્મતસાથેજ્ઞાનમળેઅનેતેનીપ્રગતિનોતુરંતખ્યાલપણશિક્ષકોનેઆવે.
- ધો-૮ ન એક એકમ ધાર્મિક- સામાજિક જાગૃતિ મા વહેમ- અને અંધશ્રદ્ધા ની વાત કરવામાં આવી છે જેમા વર્તમાન સમયમા પણ સમાજમાં રહેલી વિવિધ અંધશ્રદ્ધાઓની માહિતીવર્તમાન પત્ર દ્વારા તથા તે અંગેના વિવિધ કટીંગ્સ એકત્ર કરી તેનો અંક તૈયાર કરી તેની સમજ આપવામાં આવે છે.એજ રીતે વિવિધ પ્રાકૃતિક આપત્તિઓ જેવી કે પૂર,સૂનામી,ભૂકંપ વગેરેના પેપર કટીંગ્સ દ્વારા અંક તૈયાર કરી બતાવવામાં આવે છે. તે મુજબ ક્રાંતિકારીઓના ચિત્રોના અંક તૈયાર કરાવવા વગેરે જેવા પ્રોજેક્ટ, પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવે છે અને જેમા બાળકો રસપૂર્વક ભાગ લે છે.
- કવિતાઓ માટે શિક્ષક પ્રાર્થનાસભામાંવિદ્યાર્થીઓનેસંગીતના વાદ્ય સાથે અભિનય ગીત કરાવડાવે છે. વાર્તાઓ માટે વિદ્યાર્થીઓ પાસે નાટક અને પત્ર અભિનય કરાવાય છે જેથી તેઓની અભિનય કળા વિકસે તેમજ ગમ્મત સાથે તેઓ પાઠનાકાવ્ય તેમજ વાર્તાઓ સમજી શકે. આ તમામ પ્રવૃતિઓ રેકોર્ડ કરીને વિદ્યાર્થીઓને ટી. વી. પર બતાવાય છે જેથી તેઓ પોતાના અને અન્ય વિદ્યાર્થીઓના કૌશલ્યને જોવે અને પ્રોત્સાહન પણ મળે.
- વિવિધપ્રવૃતિઓજેવી કે ચિત્રકામ,પશુ, પક્ષી, વ્યવસાયકારો, ફળ-ફૂલ, શાકભાજી, અનાજના ચિત્રોલગાડવા. સંગ્રહ :- જુદા જુદા અનાજના નમુના, કઠોળ, તેલીબીયા, જોવાલાયક શહેર સ્થળોના ચિત્રો ચોટાડવા.
- જુદાજુદા વિષયોને લગતા સંગ્રહો જેમ કે જોડકણાના અંક, બાળગીતોનો અંક, પક્ષીઓનો, પ્રાણીઓનો સચિત્ર અંક બનાવેલ છે.
- માટીકામ:- માટીની પ્રવૃત્તિ જેવી કે મણકા રમકડા બનાવવા જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવેછે.સારી પ્રવૃત્તિને બિરદાવી ડિસ્પ્લે ઉપર મુકાય છે જેથી બીજા બાળકને સારી પ્રવૃત્તિ કરવાનીપ્રેરણામળે.