Discussion Forum Teacher
05-01-2016 : આપના મંતવ્ય મુજબ અંગ્રેજી વિષયનો કોઈ એક મુદો જે વિધાર્થીઓનેસમજાવવામાં મુશ્કેલી પડે છે અને તેને સરળતાથી સમજાવવા/ભણાવવા માટેની રીતટૂંકમાં જણાવો.
તારણ:
શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે. જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
- વિધાર્થીઓને અંગ્રેજીના સ્પેલિંગ યાદ રાખવામાંમુશ્કેલીનીસમસ્યા દુર કરવા સ્પેલિંગ,અર્થ અને ચિત્ર સાથે શબ્દોનાથર્મોકોલ કટિંગ શાળા લોબીમાં લગાવ્યા.તેથીવિધાર્થી રોજ આ સ્પેલિંગ વાંચતા થયા.-હેતલબેન જોશી,જી.આણંદ-મનોજભાઈ સુથાર,જી.બનાસકાંઠા
- વિધાર્થીમાંઅંગ્રેજી બોલવા,લખવા,સંભાળવા અને વાંચવાનીક્ષમતા વધારો થાય અને અંગ્રેજી પ્રત્યેનો ડર દુર કરવા શાળામાં ઈંગ્લીશફેરનું આયોજન કરવામાં આવે છે.-લક્ષ્મણભાઈ ચૌધરી,જી.પાટણ
ઈંગ્લીશ એકઝીબિશન ફેરની વિડીયો લિંક: https://www.youtube.com/watch?v=1MtEAcQ_GFE - વર્ગમાં હાજરી પુરતી વખતે બાળકોને રોલનંબર પ્રમાણે એક એક સ્પેલીગ બોલાવવામા આવે છે. જેથી સ્પેલીગ તૈયાર થાય.અને અંગ્રેજીની કવિતા તથા પાઠ અભિનય દ્રારા પ્રાથનાસભામાં વિધાર્થીઓને સમજાવવામાં આવે છે.-વર્ષાબેન સોલંકી,જી.ખેડા
- એબીસીડી શીખવવા માટે અંગેજી મૂળાક્ષરોની માળા બનવા વિધાર્થીના ગાળામાં પહેરાવવામાં આવતી.અને તે દિવસે ગાળામાં પહેરેલ માળા પ્રમાણે વિધાર્થીનું નામ રહેતું.-પ્રવિણભાઈ વણકર,જી.અમદાવાદ
- શાળામાં રવિવારે અંગ્રેજી ડે નું આયોજન કરવામાં આવે છે તે દિવસે બાળકો સાથે અંગેજીમાં ચર્ચાકરવામાં આવે અને જવાબ પણ બાળકો અંગેજીમાં આપે તેવો આગ્રહ રખાય છે.-કલ્પેશભાઈ કાવર,જી.સુરેન્દ્રનગર
- અંગ્રજી મૂળાક્ષરોના રમકડાનોઉપયોગ દ્રારા વર્ગમાં બાળકો પાસે સ્પેલિંગબનાવવીટેબલ પર ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ બાળકો પાસે સ્પેલિંગ બોલવવામાં આવે છે.આ રીતે બાળકો રમતાં-રમતાં સ્પેલિંગ શીખે છે.-કુસુમબેન ડાભી,જી.સુરેન્દ્રનગર
- અંગ્રેજીમાં બાળકને ક્રિયાપદો સમજવામાં મુશ્કેલી હતી.તેના માટે સૌ પ્રથમ બાળકને ક્રિયાપદ વિશેસંપૂર્ણ ઉદાહરણ સહીત સમજુતી આપીવર્ગના તમામ બાળકોને એક એક ક્રિયાપદોનો રોલ કરાવ્યો.આ રીતે બાળકો સહેલાઈથી ક્રિયાપદ શીખી શક્યા.-મિતુલકુમાર પટેલ,જી.પાટણ
- બાળકોમાં અંગ્રેજી વિષયનું શબ્દ ભંડોળ વધારવા કાર્ટુન સ્ટ્રીપનોઉપયોગ કર્યો. કોઈ એક મુદ્દાને આધારે કાર્ટુન સ્ટ્રીપ તૈયાર કરી દરેકકાર્ટુનમાં કોઈ એક નવો શબ્દ મુકવામાં આવે અને તે સાથે તેનું ચિત્ર પણ તેસ્ટ્રીપમાં હોય. આ કાર્ટુન સ્ટ્રીપ વિદ્યાર્થીઓને આપી તેમનાશબ્દ ભંડોળ વધારો કર્યો.-કેવલભાઈ અંધારિયા,જી.અમદાવાદ