Discussion Forum Teacher
05-03-2016 : શાળામાંકોઈ સમસ્યાના સમાધાનના રૂપે પ્રોજેક્ટના રૂપમાં બાળકો પાસે કોઈ કાર્યકરાવેલ છે?ટૂંકમાં માહિતી આપો.
તારણ:
શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
- ૩૧૫ શાળા પૈકી ૨૦૦ શાળાઓમાં “બચત બેંક” નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી પોતાને મળતા ખીસાખર્ચ માંથી જે પૈસા બચાવે તે શાળામાં ચાલતી બેંકમાં જમા કરાવે અને જયારે આ નાણા ની જરૂર હોય અથવા તો જયારે શાળા માંથી પ્રવાસ જવાનો હોય ત્યારે આ નાણાનો ઉપયોગ કરતા હતા અને તેઓ જયારે શાળા છોડીને જતા હોય ત્યારે ખાતામાં જમા નાણા તેમને પાછા આપવામાં આવતા હતા. બેંક ચલાવવાની તથા સંભાળવાની બધી જવાબદારી શાળાના બાળકોને જ સોપવામાં આવી છે. શાળા દ્વારા ચાલતી બેંકમાં વિદ્યાર્થી,એસ.એમ.સી.સભ્ય તથા વાલીઓના ખાતા પણ છે.
- ૩૧૫ શાળા પૈકી ૨૪૦ શાળાઓમાં “રામહાટ” નામનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શાળામાં બાળકોને જરૂરી એવી સ્ટેશનરી વસ્તુ શાળામાં જ મળી રહે તે હેતુ થી “રામહાટ “ શરુ કરવામાં આવ્યું છે જેમાં તેનું બધું સંચાલન ધોરણ પ્રમાણે બાળકની નિયુક્તિ કરીને કરવામાં આવે છે.
- એક શાળામાં બાળકોમાં વાંચન, લેખન અને ગણન ક્ષમતા વિકસાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.આ પ્રોજેક્ટમાં શાળાના જે પ્રિય વિદ્યાર્થી છે તેઓને ધોરણ ૧ થી ૪ અને ૫ થી ૮ એમ બે જુથમાં વહેચવામાં આવ્યા અને તે જુથમાં ૨-૩ હોશિયાર વિદ્યાર્થી નીમવામાં આવ્યા,આ હોશિયાર વિદ્યાર્થી માટે શિક્ષક દ્વારા ૩૦ દિવસ માટે ફ્રેમ તૈયાર કરવામાં આવી આ ફ્રેમમાં બાળકોને શું વંચાવવું,ગણાવવું અને લખાવવું જેવા મુદ્દા આવરી લેવામાં આવ્યા.આ પ્રવૃત્તિ દરરોજ ૩૦ મિનીટ કરવામાં આવે છે.આ પ્રવૃત્તિનું એવું પરિણામ જોવા મળ્યું કે ૭૦ થી ૮૦% બાળકો લખતા,વાંચતા,ગણતા શીખી ગયા જેમ કે ધોરણ ૧ માં ૮૦% બાળકોને વાંચતા આવડે છે.(અશ્વિનભાઈ પ્રજાપતિ-ગાંધીનગર)
- એક શાળામાં “મારો મિત્ર” નામનો પ્રોજેક્ટ વૃક્ષોનું જતન કરવા માટે હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટમાં શાળાને એક નવું બિલ્ડીંગ ગામથી દુર મળ્યું છે, આ શાળાના નવા બિલ્ડીંગ ની આસપાસ બહુ ઓછા પ્રમાણમાં વૃક્ષો હતા. આ વૃક્ષોનું પ્રમાણ તો વૃક્ષો વાવીને વધારી દીધુ પણ હવે તેનું જતન કેમ કરવું એ બાબત ની ચિંતા હતી કારણ કે શાળામાં વૃક્ષોને પાણી પીવડાવવાની કોઈ સુવિધા જ ન હતી.આથી બાળક પ્રમાણે એક એક વૃક્ષ સોપવામાં આવ્યું ,બાળકો ઘરેથી જે પાણી પીવા માટે લાવ્યા હોય તેમાંથી વધતું પાણી પોતાને સોપેલ વૃક્ષને પીવડાવવાની જવાબદારી આપવામાં આવી. આ પ્રવૃત્તિ ના પરિણામે આજે શાળાનું મેદાન વૃક્ષોથી ભરેલું લાગે છે.(વાસુદેવભાઈ રાઠોડ-સુરેન્દ્રનગર,દેવાંગીબેન બારૈયા-જામનગર)
- શાળામાં વર્ગ સ્વચ્છ રહે તે હેતુ થી “સ્વચ્છતા” પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો.આ પ્રોજેક્ટમાં ૧ સફાઈ મંત્રી અને ૧ નાયબ મંત્રી બનાવવામાં આવ્યા. આ બંને મંત્રી શાળાના વર્ગખંડમાં સફાઈ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી સારી રીતે સફાઈ કરતો હોય અને સ્વચ્છતા રાખતો હોય તેનું નામ મંત્રી પોતાની બૂક માં લખે અને મહિનાને અંતે જે બાળકને વધુ પોઈન્ટ મળ્યા હોય તેને આવતા મહિના માટે મંત્રી બનાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ થી બાળકો સ્વચ્છતાના આગ્રહી થયા છે અને વર્ગખંડ પણ સ્વચ્છ રાખતા થયા છે.(ઉપાધ્યાય પ્રતિકભાઈ-મહેસાણા)