Discussion Forum Teacher
05-04-2016 : શું આપે આપની શાળામાં કન્યાઓનું ડ્રોપઆઉટ અટકાવવા માટે કોઈ નવીન પ્રવુતિ કરેલ છે?ટૂંકમાં જણાવો.
તારણ:
શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.
- શાળામાં‘કન્યાદાન પહેલા વિદ્યાદાન” અને “કન્યાઓને કરીયાવરમાંકરિયાવર નહિ શિક્ષણ આપો” પ્રોજેક્ટ અંતર્ગત દાતાઓ મેળવવામાં આવે છે તેઓ વિધાર્થીનીઓને દત્તક લઇ આર્થિક મદદ દ્રારા વિધાર્થીનીઓને ભણાવે છે.(શિવાંગીબેન શાસ્ત્રી-દાહોદ,9409163860),(વિનોદભાઈરૈયાભાઈ-બોટાદ,9824385290)
- વિધાર્થીનીઓને તેના નાના ભાઈ-બહેનને સંભાળવા હોય ત્યારે તેને સાથે શાળામાં લાવી શકે. નાના ભાઈ-બહેન બાલમંદિરમાં રમીશકે અને વિધાર્થીની અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે.(મીરાંબેન ડોડીયા-રાજકોટ,8490822998)
- શિક્ષકે કન્યા શાળામાંડ્રોપઆઉટ અને અનિયમિતતા અટકાવવા શાળા કક્ષાએ જ કોમ્પ્યુટરની મદદથી ઈ - લર્નિંગ મોડ્યુલ નું નિર્માણ કર્યું જેનોઉપયોગ કન્યાઓના શિક્ષણકાર્ય, મૂલ્યાંકન અને તેમના દ્રઢીકરણ માટે કરવામાંઆવે છે.(નિલેશભાઈ રાજગોર-કચ્છ,9426789398)
- શાળામાં અભ્યાસ કરતી કન્યાઓની એક કમિટી બનાવવામાં આવી છે.આ કમિટી ગેરહાજર રહેલ કન્યાઓના વાલી સાથે રૂબરૂ મુલાકાત કરી વાલીઓને કન્યાશિક્ષણપ્રત્યે જાગૃત કરે છે.અનેશાળામાં નિયમિત રહેનાર કન્યાને શાળા દ્રારા પ્રમાણપત્ર આપવામાં આવે છે.(ઉદિતભાઈ મકવાણા-ગાંધીનગર,9429183615)
- શાળામાંગેરહાજર રહેલ વિધાર્થીનીઓને તેના નજીકના વિસ્તારમાં રહેતી હોશિયાર વિધાર્થીની દ્રારા તેના ઘરે જઈ ભણાવી શકે તવી વ્યવસ્થા શાળા દ્રારા કરવામાં આવી છે. (ભાવેશભાઈમનસુખભાઈ-અમરેલી,9724772469)
- શાળામાં અપડાઉન કરતી વિધાર્થીનીઓને દત્તક લઇ એસ.ટી. પાસ કઢાવી આપવામાં આવ્યા છે.(ભેમાભાઇ ચૌધરી-પાટણ,9925587655)
- રવિવારની રંગત એક આવે બીજા સાથે બેન આવે ભાઈ સાથે કાર્યકર્મ અંતર્ગત રવિવારે બે કલાક શાળામાંધોરણ ૧૦ ની પરીક્ષાની તૈયારી,વાંચન,ગણન,લેખન,રમત,યોગા અનેસાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ કાર્યક્રમ અંતર્ગત ૪૦ કન્યા અને મહિલાઓએધોરણ ૧૦ ની પરીક્ષા આપી છે.(જીતેન્દ્રકુમાર વાજા-ભાવનગર,9909398636)
- ધરમપુર ગામમાં એક સમિતિ ની રચના કરવામાં આવી છે.આ સમિતિ દ્રારાઅભ્યાસકરતી વિધાર્થીનીઓ આગળ ભણી શકે તે માટે વાલીઓને સમજાવવામાં આવે છે અને આર્થિક સહાય કરવામાં આવે છે.(પુજાબેન પ્રવિણભાઈ-રાજકોટ,9825424661)