Discussion Forum Teacher

Discussion Forum Teacher

15-02-2016 : શાળામાં કોઈ સ્પર્ધા દ્વારાબાળકોમાં કોઈપણ વિષયપ્રત્યેરૂચી વધારવાની પ્રવૃત્તિ કરી હોય તો ટૂંકમાં જણાવો.



તારણ:

  • શિક્ષકે આપેલ જવાબમાંથી શ્રેષ્ઠ જવાબ નીચે મુજબ છે.જવાબની સાથે જવાબ આપનાર શિક્ષકનું નામ પણ આપેલ છે.

    • શાળામાં દર બુધવારે ધોરણ૬ થી ૮ના વિદ્યાર્થીઓની વિષયપ્રમાણે ક્વીઝનું આયોજન વિદ્યાર્થીને જુથમાં વહેચીને કરવામાં આવે છે.એક મહિના ના અંતે જે જૂથના વધારે પોઈન્ટ હોય તેને એસ.એમ.સી.સભ્ય દ્વારા ઇનામ આપવામાં આવે છે.(ભાવેશભાઈપંચાલ-પાટણ, કનુભાઈસોલંકી -ગીરસોમનાથ,પ્રકાશભાઈ પંડ્યા-ભાવનગર)

    • શાળામાંતમામ ધોરણના વિષયના એકમ પ્રમાણે કોમ્પુટરમાં “કોન બનેગા કલેવર ક્વીઝ-KBCQUIZE” તૈયાર કરીને બાળકોને આપવામાં આવે છે આ માધ્યમ થી બાળકો સરળતાથી અને હોશભેર ક્વીઝ આપે છે તથા ક્વીઝ્ના અંતે જેપ્રશ્ન ના સમજાયો હોય અથવા ના આવડ્યો હોય તે શિક્ષકો ફરી વાર સમજાવે છે.(કનુભાઈ સોલંકી-કચ્છ,વિશાલપૂરી ગોસ્વામી-પોરબંદર)

    • શાળામાં બાળકોને અંગ્રેજી વિષયમાં શબ્દભંડોળ વિકસે તે હેતુથી શિક્ષક દ્વારા અંગ્રેજી સ્પેલિંગ ની અંતાક્ષરી અઠવાડીએકોઈપણ ૩ દિવસ અડધો કલાક વર્ગમાં વિદ્યાર્થીને બે જુથમાં વહેચ્યા પછી રમાડવાની પણ આ ગેમમાં જે ગ્રુપનો વિદ્યાર્થી સ્પેલિંગ બોલે તેને અંગ્રેજી શબ્દનો અર્થ અને ઉચ્ચાર આવડવું ફરજીયાત છે આથી બાળકો નું શબ્દભંડોળ વધે અને સ્પેલિંગ યાદ રાખવાની સાથે સાથે સરળતાથી બોલવા લાગ્યા.(ગિરીશકુમારવાળંદ-પંચમહાલ,જયશ્રીબેન લોખંડે-સુરત)

    • એકશાળામાંબાળકોમાં જનરલ નોલેજ ખુબ ઓછુંહતું આ સમસ્યા દુર કરવા માટે એક શિક્ષકે દરરોજ થતી પ્રાર્થનાની શરૂઆતમાં ૫ સવાલ-જવાબ સામાન્યજ્ઞાન ને લગતા કહેવામાં આવતા હતા આ સવાલ-જવાબ ધોરણ ૫ થી૮ સુધીના વિદ્યાર્થી પોતાના બુક લખે અને મહિનાને અંતે એક ક્વીઝ નું આયોજન કરવામાં આવે અને તેમાંથી ૧ થી ૩ નંબર મેળવનારવિદ્યાર્થીને ઈનામ આપવામાં આવે છે.(દેવાંગીબેનબારૈયા -જામનગર)

    • બાળકો ઘરે પણ પોતેશાળામાંકરાવેલ એકમનું પુનરાવર્તન જાતે કરી શકે તે હેતુથી એક શિક્ષકે એન્ડ્રોઈડ મોબાઈલમાં ઓફલાઈન ચાલી શકે એવી એપ્લીકેશન બનાવી અને બાળકોને આપી બાળકો પોતાની જાતે તે એપ્લીકેશનમાં આપેલ ક્વીઝ્નો જવાબ આપે છે અને ત્યારબાદ મેળવેલ પરિણામ પણ મેળવી શેક છે.(રમેશભાઈ ઓડેદરા-પોરબંદર)

    • બાળકોમાં લખાણ શક્તિ વધે તે હેતુથી એક શિક્ષકે ધોરણ ૫ થી ૮ નાબાળકોને કોઈ પણ વિષય ઉપર નિબંધ ગુજરાતી,અંગ્રેજીતથા હિન્દીમાં લખવા આપે અને ત્યારબાદ શિક્ષક તપાસે અને ત્યારબાદ તેમાંથી ૧,૨,૩ નંબર લાવનારને પ્રાર્થનામાં બહુમાન કરે,આ પ્રવૃતિથી બાળકો સારીરીતે ભાષાકીય નિબંધ લખતા થયા છે અને લેખનક્ષમતા વધી છે.(રચનાબેન પટેલ-સાબરકાંઠા)