RPS ROPADA ONLINE SUMMER CAMP 2020

RPS ROPADA ONLINE SUMMER CAMP 2020

અત્યારે સમગ્ર વિશ્વ અને આપણો દેશ પણ કોરોના વાયરસની મહામારી અને તેની અસરો સામે ઝઝૂમી રહ્યો છે. આપણા ગુજરાત રાજયમાં પણ 22મી ફેબ્રુઆરી થી લોકડાઉન ની સ્થિતિ સર્જાતા. શાળામાં શિક્ષણકાર્ય અને વાર્ષિક પરીક્ષાને તેની ખૂબ અસર પડી. સરકાર દ્વારા પણ આ સમયમાં બાળકો યોગ્ય રીતે શિક્ષણ મેળવે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરે તે અનુસંધાને અસાઈમેન્ટ લખવા વોટ્સઅપ ગ્રુપ બનાવી કાર્ય કરાવાનો નિર્ણય લેવાયો. ગઈ કાલે સાંજે લગભગ પાંચેક વાગ્યે મિત્ર હિરેનભાઈ ઠક્કર સાથે વાતચીતના અનુસંધાને ઓનલાઈન સમર કૅમ્પ નો વિચાર આવ્યો. તેની ચર્ચા અમારી રોપડા શાળાના વિધાર્થી પ્રતીક પ્રજાપતિ સાથે કરતા તેને વોટ્સએપ ગ્રુપ બનાવવાની જવાબદારી સોંપી અને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓના નંબર ગ્રુપમાં એડ કરવાનું મોટું કાર્ય સોંપ્યું અને એણે સાંજે 9 વાગ્યા સુધી ગ્રુપ તૈયાર કરી મને એડ કર્યો તે સાથે જ મને આવા સમયમાં આવી રીતે સમર કેમ્પ યોજવાની બાળકોની તૈયારી બતાવતા મને ગર્વ થયો. તરત જ હિરેનભાઈ, ઝીંકલબેન તથા શાળાના અન્ય શિક્ષક અંકિતાબેન તથા જીજ્ઞેશભાઈ ને એડ કરી તા. ૪/૪/૨૦૨૦ થી સમર કેમ્પ ની શરૂઆત કરવા નિર્ણય લીધો. દરરોજ સવારે ૯:૦૦ કલાકે બાળકોને નવો ટાસ્ક આપવાનો અને તેને પૂરો કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા અને સાંજે ૪:૩૦ કલાકે તેના ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી પ્રવૃત્તિ કર્યા અંગેની માહિતી લેવામાં આવી. આજે પ્રથમ દિવસે લોટમાંથી દીવા બનાવવાની પ્રવૃત્તિ આપેલ જેમાં લગભગ 40 જેટલા બાળકોએ લાભ લીધો અને ખૂબ સુંદર ફોટોગ્રાફ રજુ કર્યા. વળી આ જ દીવડા રવિવારે રાત્રે ૯:૦૦ કલાકે પ્રગટાવવા માટે આ પ્રવૃત્તિ રાખવામાં આવેલ .આમ પ્રથમ દિવસ અને પ્રયત્ન કઈક અંશે સફળ થયો તેવું લાગ્યું. હજુ આ જ ગ્રુપમાં ગુજરાતની અન્ય શાળાના બાળકો પણ જોડાય અને એક સાથે આવી પ્રવૃત્તિ કરે તેવું આયોજન અંગે વિચાર કરી રહ્યા છીએ.

વોટ્સએપ સમર કેમ્પ ગ્રુપમાં જોડાવા માટેની લિંક
https://chat.whatsapp.com/Ja96yyAo0yq3OQo8OwV8kF

વધુ માહિતી માટે ફેસબુકમાં જોડાવો
https://www.facebook.com/ropada.rps

 

Rps Online summer camp 2020